ગુજરાતી કમ્પ્યુટર માં તમને મળશે ટેક્નોલોજી વિષે અખૂટ જ્ઞાન જેમાં શામેલ છે, નેટવર્ક,ટિપ્સ અને ટ્રિક્સ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, શ્રેષ્ઠ 5 લિસ્ટ અને અન્ય ઘણું બધુ.




જ્યારે કમ્પ્યુટર ચાલુ કરો છો , ત્યારે કમ્પ્યુટર ને સૂચના અથવા કહીયે તો નિર્દેશ આપવાના હોય છે કે શું કરવાનું છે , અને શું નથી કરવાનું.
કમ્પ્યુટર આપણી ભાષા મતલબ કે હ્યૂમન લેંગ્વેજ સમજી શકતું નથી , તે ફક્ત બાઇનરિ ભાષા જ સમઝે છે ,
બાઇનરિ ભાષા માં 0 અને 1 નો સમાવેશ થાય છે .
તમે જે પણ નિર્દેશ આપો છો ( ઈન્પુટ ) તેને કમ્પ્યુટર બાઇનરિ ભાષા માં ફેરવે છે , તેને સમજે છે , ( પ્રોસેસિંગ ) પછી તેનું રિજલ્ટ બતાવે છે ( આઉટપુટ )


હાર્ડવેર :-


કમ્પ્યુટર ના એવા ભાગો જેને અડકી શકાય , તે બધા જ ભાગો હાર્ડવેર તરીકે ઓળખાય છે .
જેમ કે મોનિટર , કીબોર્ડ , પ્રિંટર , માઉસ , સ્પીકર , અને c.p.u. બીજા અન્ય પણ .



સોફ્ટવેર :- 

સોફ્ટવેર મળતાબ એવા આગો જેને તમે અડકી ના શકો , ફક્ત એહસાસ કરવો પડે , જોઈ જ શકાય .
જેમ કે Paint , word , powerpoint , adobe photoshop etc.



કમ્પ્યુટર કામ કઈ રીતે કરે છે ?

ઈન્પુટ - પ્રોસેસિંગ - આઉટપુટ




ઈન્પુટ :-
ઈન્પુટ મતલબ કે ડેટા ને ઈન્પુટ ( દાખલ )  કરવાનો છે કમ્પ્યુટર સિસ્ટમ માં , જ્યારે તમે ડેટા ઈન્પુટ કરશો ત્યારે જ કમ્પ્યુટર ની પ્રોસેસ ચાલુ થશે ,
જેમ કે , 2 + 2 = ?  તમારે 2+2 નો જવાબ જોઇયે છે , પણ તમે કમ્પ્યુટર ના કેલ્ક્યુલેટર નામ ના સોફ્ટવેર માં 2+2 ડેટા દાખલ જ નથી કર્યો તો પછી કઈ રીતે જવાબ મળી શકે ?

જવાબ મેળવવા માટે તમારો સાચો ડેટા દાખલ કરવો એ અનિવાર્ય છે .


પ્રોસેસિંગ :-
પ્રોસેસિંગ માં સી.પી.યુ. (C.P.U.) મહત્વ નો ભાગ ભજવે છે ,
તમે જે ડેટા દાખલ ક્યો હોય જેમ કે હું આગળ નું જ ઉદાહરણ લઈ લઉં કે , 2+2 ડેટા દાખલ કર્યો હોય ,
તો સૌથી પેહલા આ ડેટા C.P.U.ની મેમરી માં સ્ટોર થસે , પ્રોસેસ થશે કે આ ડેટા માં કઈ ક્રિયા કરવાની છે , જેમ કે 2+2 માં સરવાળો કરવાનો છે ,
તો C.P.U. ની મેમરી માં સૌથી પેહલા ડેટા સ્ટોર થસે અને સરવાળો કરવાનો છે તેવો નિર્દેશ મળ્યો છે , એટ્લે એ બંને સંખ્યા ને ભેગી કરી ને જવાબ શોધી ને લાવશે .


આઉટપુટ :-

હવે આ 2+2 નો જે પણ જવાબ હશે તે તમને આઉટપુટ કરસે , મોનિટર પર .


1 comment:

Search In This Site

Popular Among Other Readers