કમ્પ્યુટર જનરેશન વિષે જાણો
આ આર્ટિક્લ માં હું તમને જણાવીશ કમ્પ્યુટર ની પ્રથમ જનરેશન વિષે,
તમે જાણો છો જ કે આજના યુગ માં કમ્પ્યુટર એક અભિન્ન અંગ બની ગયું છે ,
આજ થી 10 વર્ષ પેહલા આપણે જાણતા પણ નહોતા કે કમ્પ્યુટર અથવા તો ટેક્નોલોજી આટલી વાયુ વેગે આગળ વધી જશે ,
આપણે પોતાની જાત ને પણ આ કમ્પ્યુટર ની દુનિયા માં અપડેટ રાખવું પડશે,
તો આપણે આજે કમ્પ્યુટર ની જનરેશન્સ ની વાત કરશું ,
ચાલો સમજીએ ,
1. પ્રથમ જનરેશન :-
આ પ્રથમ જનરેશન નો સમયગાળો ૧૯૪૬ (1946) થી ૧૯૫૯ (1959),
J.P.Eckert (જે.પી.એકર્ટ ) અને J.W.Mauchly (જે.ડબલ્યુ.મૌકી ) આ બંને સાથે મળી ને દુનિયા નું સૌ પ્રથમ સફળ કમ્પ્યુટર એનિયાક ( ENIAC ) બનાવ્યું હતું.
ENIAC નું પૂરું નામ :- ELECTRONIC NUMERICAL INTEGRATED AND COMPUTER
E :- ELECTRONIC
N :- NUMERICAL
I :- INTEGRATED
A :- AND
C :- COMPUTER
ENIAC નું પૂરું નામ :- ELECTRONIC NUMERICAL INTEGRATED AND COMPUTER
E :- ELECTRONIC
N :- NUMERICAL
I :- INTEGRATED
A :- AND
C :- COMPUTER
પ્રથમ જનરેશન્સ ના કમ્પ્યુટર્સ ના C.P.U. માં મેમરી ની પ્રોસેસ માટે વેક્યુમ ટ્યૂબ નો ઉપયોગ થતો હતો ,
વેક્યુમ ટ્યૂબ જેમ કે ઇલેક્ટ્રિક બલ્બ જેવુ ,
હવે તે સમયગાળા માં બલ્બ વપરાતા તેથી કમ્પ્યુટર વારંવાર ગરમ થઈ જતું અને આ ટ્યૂબ ને વારંવાર બદલવી પણ પડતી,
હવે વારંવાર ટ્યૂબ ( બલ્બ ) બદલવા થી ખર્ચો પણ વધી જતો તેથી જ , આ પ્રથમ જનરેશન ના કમ્પ્યુટર મોટી મોટી સંસ્થા અથવા કંપનીઓ જ ઉપયોગ માં લઈ સકતી હતી.
મેમરી માં કઈ પણ ડેટા સ્ટોર કરવા માટે મેગ્નેટિક ડ્રમ્સ વપરાતા હતા, જેમાં બિલકુલ નાની એવી ઇન્ફોર્મેશન ( ડેટા ) સ્ટોર થઈ શકતો.
ડેટા ઈનપુટ કરવા માટે પંચ કાર્ડ્સ નો ઉપયોગ થતો હતો.
પ્રથમ જનરેશન કમ્પ્યુટર્સ ના નામ જે નીચે આપેલ છે :-
- ENIAC
- EDVAC
- UNIVAC
- IBM-701
- IBM-650
હવે આપણે પ્રથમ જનરેશન્સ ના ફાયદા અને ગેરફાયદા વિષે જાણીશું , જેથી કરી ને જનરલ નોલેજ માટે અને પરીક્ષા માં મદદરૂપ નીવડે :-
- ફાયદા :-
- પ્રથમ જનરેશન ના કમ્પ્યુટર્સ વેક્યુમ ટ્યૂબ થી બનતા હતા, જે તે ટાઇમ માં એક જ એવું ઇલેક્ટ્રિક ઉપકરણ હતું.
- પ્રથમ જનરેશન ના કમ્પ્યુટર્સ તે વખત ના ટાઇમ માં પણ મિલિસેકંડ્સ માં આન્સર આપવાની કાબીલીયત ધરાવતા હતા.
- ગેરફાયદા :-
- પ્રથમ જનરેશન ના કમ્પ્યુટર્સ ખૂબ મોઘા હતા , આગળ જણાવ્યુ તેમ તેમાં વેક્યુમ ટ્યૂબ નો ઉપયોગ થતો હતો.
- પ્રથમ જનરેશન્સ ના કમ્પ્યુટર્સ વિશાળકાય હતા ,સાઇઝ માં ખૂબ જ વિશાળ હતા , અને વજન 30 ટન જેટલું હતું.
- નાની એવા ડેટા જ સ્ટોર થઈ શકતા.
- પ્રથમ જનરેશન ના કમ્પ્યુટર્સ માં વેક્યુમ ટ્યૂબ વપરાતી જે ખુબ ગરમી ઉત્પન્ન કરતી તેના કારણ થી તેને ઠંડુ રાખવા કૂલિંગ સિસ્ટમ પણ રાખવી પડતી.
- આટલું મોટું કદ ,વજન માં ભારે ,તો પણ કામ કઈ ખાસ નહોતું કરતું , જેમ ક ખાલી કેલક્યુલેશન્સ , નાના કામ-કાજ.
- હવે આ કમ્પ્યુટર્સ ને સાચવવું ખુબ મોઘું પડી જતું .
- વીજળી નો ખૂબ જ ઉપયોગ થતો જે એક ગેરફાયદો જ કહેવાય.
- અમુક અમુક વખતે ખોટા રિજલ્ટ્સ પણ બતાવી નાખતું , મતલબ ચોકસાઇ જળવાતી નહોતી.
તો આ થઈ પ્રથમ જનરેશન ની વાત ,
હવે આવતા આર્ટિક્લ માં બીજી જનરેશન ની ચર્ચા વિસ્તૃત માં કરશું.
આ આર્ટિક્લ ને ગુજરાતી સિવાય અન્ય કોઈ ભાષા માં વાંચવા માટે Contact Us ના પેજ ની વિઝિટ કરો ,
અને સોશિયલ મીડિયા માં પણ decryptcloud ને follow કરો.
માસ્ટર બનો મુંજવણ દૂર કરો
Have mastery Remove mystery
કમેંટ કોઈ પણ ભાષા માં કરી શકો છો.
ReplyDelete