અશોક ચક્ર
સમ્રાટ અશોક દ્વારા બનાવડાવવામાં આવેલા મોટા ભાગના શિલાલેખો પર પ્રાયઃ એક ચક્ર(પૈડા)નું ચિત્ર કોતરાયેલું જોવા મળે છે, જેને આપણે અશોક ચક્ર કહીએ છીએ. આ ચક્ર ધર્મચક્રનું પ્રતીક છે. ઉદાહરણ માટે સારનાથ સ્થિત સિંહાકૃતિ (લાયન કેપિટલ) અને અશોક સ્તંભ પર અશોક ચક્ર વિદ્યમાન છે. ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવેલું છે.
અશોક ચક્રમાં કુલ ૨૪ (ચોવીસ) આરા (સ્પોક્સ્) આવેલા છે, જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતીક છે.
ઇતિહાસ
અશોક,
૧૬ આરા ધરાવતા ચક્ર સાથે (ઈ.સ. ૧લી સદી)
જયારે ગૌતમ બુદ્ધ ને બોદ્ધ ગયા માં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારબાદ તેઓ વારાણસી ના કિનારે વસેલા સારનાથ ગામ માં આવ્યા.ત્યાં તેમને તેમના પહેલા પાંચ અનુયાયીઓ મળ્યા જેમના નામ અનુક્ર્રમે અસાજી,મહાનમાં,કોન્દાના,ભાદીય્યા અને વાપા હતા.તેમને જ્ઞાન નો અભ્યાસ કરાવવા સૌપ્રથમ વાર તેમને ધમ્મચક્ર ની સ્થાપના કરી. અને આ આદર્શ ને અનુસરી ને મહાન ચક્રવર્તી સમ્રાટ અશોક દ્વારા તેને તેમના ઘણા શિલ્પો કલાકૃતિ ઓ માં સ્થાન આપ્યું. સંસ્કૃત શબ્દ ચક્રનો અર્થ 'પૈંડુ' થાય છે. જો કે વાંરવાર થતી એકની એક પ્રક્રિયાને પણ ચક્ર કહેવામાં આવે છે. ચક્ર સ્વત: પરિવર્તિત થતા રહેતા સમયનું પણ પ્રતીક છે. હિંદુ માન્યતાઓ અનુસાર દરેક જીવને આ સંસારના ચાર યુગોમાં થઇને પસાર થવું પડતું હોય છે. જેને સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલિના નામથી ઓળખવામાં આવે છે
No comments:
Post a Comment